ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર

  • 2 years ago
હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી આપી છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેના કારણે અમદાવાદમાં યેલો એલર્ટ અપાયું છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હજુ પણ તાપમાનનો પારો વધવાની સંભાવના છે.