અમદાવાદ કોર્પોરેશનની બેઠકમાં એક મોંઘી દરખાસ્ત મૂકાઇ

  • 2 years ago
અમદાવાદ કોર્પોરેશન ની રિક્રિએશન કમિટી ની બેઠક મળી હતી..આ બેઠક માં મોંઘી એક દરખાસ્ત મુકવામાં આવી અને આ દરખાસ્ત હતી રૂ.8 કરોડ ના આયુર્વેદિક વન બનાવવા માટેની..શીલજ વિસ્તારમાં આવેલા કોર્પોરેશન ના પ્લોટ અને તળાવ ડેવલપમેન્ટ ફુવારા,અને આયુર્વેદિક વૃક્ષો લગાવીને એક વિશાલ આયુર્વેદિક વન બનાવવાની દરખાસ્ત માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે..આ દરખાસ્તમાં તળાવના વિકાસ અને દીવાલ બનાવવા પાછળ રૂ 3 કરોડ નો,ખર્ચ નો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.કોર્પોરેશન આ વન ને કેવડિયા કોલોનીમાં બનેલા આયુર્વેદિક વન જેવો જ લુક આપવા માંગે છે...ત્યારે એક તરફ કોર્પોરેશન પાસે પ્રાથમિક ખર્ચ માટે રૂપિયા નથી અને બીજી તરફ આવા ખર્ચ કરે છે..વિપક્ષે આ મામલે વિરોધ કરતા કહ્યું હતું કે લોકોની સેવા માટે હાઇકોર્ટમાં જવાબ લખે છે કે પૈસા નથી..વિકાસનો વિરોધ નથી પરંતુ આવા ખર્ચ સામે લોકોના હિત માટે ઘણા કામો થઇ શકે છે..