રાજકોટ યાર્ડમાં હડતાળનો સાતમો દિવસ, વેપારીઓ અને કિસાન સંઘ વચ્ચે ઉગ્ર બોલાચાલી

  • 4 years ago
રાજકોટ: મચ્છરોના ત્રાસથી રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સતત સાતમાં દિવસે પણ હડતાળ યથાવત છે જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે રોજનું 8 કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થતા ખેડૂતો પોતાના પાક વેંચી શકતા નથી આથી આર્થિક રીતે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વેપારીઓ એક જ માંગ સાથે અડગ છે કે પોલીસ વેપારીઓ પરથી કેસ પાછા નહીં ખેંચે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે આજે કિસાન સંઘના આગેવાનો સમાધાન માટે યાર્ડના સત્તાધિશોને મળવા પહોંચ્યા હતા ત્યારે વેપારીઓએ રોષ વ્યક્ત કરી કહ્યું હતું કે, હવે શું કામ આવ્યા, હડતાળનો આજે સાતમો દિવસ છે ત્યારે તમે કેમ ડાકોયા આથી વેપારીઓ અને કિસાન સંઘ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી