શું છે હેપ્પીનેસ ક્લાસ? જેના વિશે જાણવા આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રંપ અને મેલાનિયા
  • 4 years ago
ડોનાલ્ડ ટ્રંપ અને મેલાનિયા ટ્રંપ 25 ફેબ્રુઆરીએ દિલ્હીની સરકારી સ્કૂલની વિઝિટ કરશે જે દિલ્હી સરકારની હેપ્પીનેસ કરિકુલમ હેઠળ આવે છે, ટ્રંપ કપલ આ સરકારી સ્કૂલના બાળકો સાથે સમય વિતાવશે હેપ્પીનેસ કરિકુલમ કેજરીવાલ સરકારનો યૂનિક પાઠ્યક્રમ છે જે શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાની પહેલ પર સરકારી સ્કૂલોમાં લાગૂ કરવામાં આવ્યો છે અહીં નર્સરીથી આઠમા ધોરણ સુધીના બાળકોના પહેલા પીરિયડની 40 મિનિટમાં હેપ્પીનેસ પર ધ્યાન આપવામાં આવે છે હેપ્પીનેસ કરિકુલમ હેઠળ બાળકોને પહેલી 5 મિનિટ મેડિટેશન કરાવવામાં આવે છે નોલેજેબલ અને નૈતિકતા સંબંધિત સ્ટોરીઓ સંભળાવવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે વર્ષના અંતમાં અહીં બાળકોએ પરીક્ષા આપવી પડતી નથી આ પ્રકારના શિક્ષણથી બાળકો માતા-પિતા અને શિક્ષકોના વધુ આજ્ઞાકારી બને છે અને ટેન્શનમુક્ત થઇને ભણે છે
હેપ્પીનેસ કરિકુલમનો મૂળ હેતુ બાળકોને ભાવનાત્મક રૂપથી મજબૂત કરવાનો છે નિષ્ણાંતોનું કહેવુ છે કે આ પ્રકારનું શિક્ષણ બાળકોને ગુસ્સો, નફરત અને ઈર્ષા જેવી નકારાત્મક ભાવનાઓથી દૂર રાખે છે જોકે ટ્રંપ-મેલાનિયાની આ વિઝિટ દરમિયાન તેમની સાથે કેજરીવાલ કે મનિષ સિસોદીયા નહીં હોય
Recommended