બજેટ પહેલા નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે બજરંગબલીને યાદ કર્યા

  • 4 years ago
દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી જતી સમસ્યા વચ્ચે મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સવારે 11 વાગે બજેટ રજૂ કરશે બજેટમાંથી આ વખતે મિડલ ક્લાસ અને વેપારીઓને ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે ત્યારે નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે બજેટ પહેલા બજરંગબલીની પૂજા કરી હતી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા

Recommended