કોલકાતામાં દોડશે દેશની પહેલી અંડરવોટર મેટ્રો,66 દિવસમાં 520 મીટર લાંબી ટનલ બનાવાઈ

  • 4 years ago
દેશની પહેલી અંડરવોટર ટનલ લગભગ 66 દિવસમાં બનીને તૈયાર થઈ ગઈ છે આ ટનલ કોલકાતામાં હુગલી નદીમાં 36 મીટરના ઊંડાણમાં બનાવાઈ છે520 મીટર લાંબી ટનલને પાર કરવામાં લગભગ 1 મિનિટનો સમય લાગશે દરરોજ 9 લાખ લોકો આ રૂટ પર મુસાફરી કરી શકશે હાલ હાવડા પુલને ફેરની મદદથી પાર કરવો પડે છે જેમાં 30 મિનિટ લાગે છે આ ટનલ કોલકાતાને હાવડા સાથે જોડશે, જેનો ખર્ચ 8,572 કરોડ રૂપિયા છે