100 મીટર રેસની ગ્લોબલ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ ભારતીય મહિલા રનર દુતિ ચંદે ઇટાલીમાં ચાલી રહેલી 30મી સમર યુનિવર્સિટી ગેમ્સ 2019માં ગોલ્ડ મેડલ જીત્યો છે દુતિએ પ્રશંસનીય પ્રદર્શન કરતાં 1132 સેકન્ડમાં 100 મીટરની રેસ પૂરી કરી હતી આ સાથે જ દુતિ ચંદ મહિલાઓની ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી મહિલા બની ગઈ છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ખેલમંત્રી સહિત દરેક લોકોએ ટ્વીટ કરી દુતિ ચંદની આ સિદ્ધિ બિરદાવી છે જો કે, ઉલ્લેખનીય છે કે, 23 વર્ષની દુતિએ સેમિફાઇનલમાં 1141 સેકન્ડમાં રેસ પૂરી કરી ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું