બજાણાની 100% દિવ્યાંગ શિક્ષિકા નિવૃત્તિ પછી નિ:શુલ્ક ભણાવે છે

  • 4 years ago
મનીષ પારીક, પાટડીઃબાળકો સામાન્ય રીતે રમકડાંની જીદ કરતાં જોયાં છે, પરંતુ પાટડી તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નિવૃત્ત થઈ ચૂકેલાં શિક્ષિકા પાસે જ ભણવાની હઠ પકડી હતી શાળાના આચાર્યે બાળકોની લાગણી શિક્ષિકા સુધી પહોંચાડી અને શિક્ષિકા પણ જાણે રાહ જોઈને જ બેઠાં હોય, તેમ કોઈ પણ વેતન ન લેવાની શરતે તૈયાર થઈ ગયાં! 59 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા નયનાબહેન રાવલ 3 મહિનાથી બાળકોને ભણાવી રહ્યાં છે નયનાબહેન પોલિયોને કારણે બંને પગે 100 ટકા દિવ્યાંગ છે

Recommended