બીજેપીના સાંસદ બોલ્યા, માયાવતી યૂપીની ગુંડી છે, ઈલેક્શન પછી જેલમાં જશે

  • 5 years ago
ઉત્તરપ્રદેશમાં આજકાલ જુબાની જંગ પણ ચરમસીમાએ છે મતદારોની અંદર રૂઆબ પેદા કરીને વોટ મેળવવા માટે હવે તેઓ સામસામે ધમકીની ભાષા પણ વાપરી રહ્યા છે કૈસરગંજની લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર એવા બ્રિજ ભૂષણ શરણ સિંહે માયાવતી પર વળતો પ્રહાર કર્યો હતો બ્રિજ ભૂષણ શરણ સિંહને ગોંડાની રેલી સંબોધિત કરતાં સમયે બસપા અધ્યક્ષ માયાવતીએ માફિયા-ગુંડા કહીને પ્રતાપગઢના રાજાભૈયાની જેમ જેલમાં નાખી દેવાની વાત કરી હતી જે બાદ બ્રિજ ભૂષણે પણ તેમના માટે ઉત્તરપ્રદેશની ગુંડી શબ્દ પ્રયોજ્યો હતો તેમણે એ પણ કહ્યું હતું કે ભલે તેમણે મને ઈલેક્શન પછી જેલમાં નાખી દેવાની ધમકી આપી હોય પણ ચૂંટણી બાદ જેલમાં જવાનો વારો તેમનો છે કેમ કે આખા યૂપીને આ ગુંડીએ આયોજનબદ્ધ રીતે લૂંટી લીધું છે

Recommended