વડોદરાના 3 યુવાનોએ મીઠાઇ બનાવવાનું ઓટોમેટિક મશીન તૈયાર કર્યું

  • 4 years ago
વડોદરાઃવડોદરાના 3 એન્જિનિયરિંગ થયેલા યુવાનો કિશન વઘાસિયા, જગદીશ ગોંડલીયા અને હિરેન ત્રાપસિયા દ્વારા તેમના સ્ટાર્ટઅપ વેન્ચર 'મિલેનિયમ ટેકનો સોલ્યુશન'ના માધ્યમથી ઓટોમેટિક મીઠાઈ મેકિંગ મશીન બનાવવામાં આવ્યું છે આ મશીનના માધ્યમથી કલાકો સુધી ચાલતી લાંબી મીઠાઈ મેકિંગ પ્રોસેસને ઓટોમેશન સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં તમામ મીઠાઈનો સ્વાદ અને ગુણવત્તા સમાન રહે છે આ મશીનથી મીઠાઈ બનાવતી વખતે ઓટોમેટિક રીતે તેનું કટિંગ, રાઉંડિંગ તથા શેપિંગ થઈ શકશે માત્ર એક કલાકના સમયગાળામાં 2800થી 3000 જેટલા મીઠાઈના નંગ (પિસિઝ) આ મશીનના માધ્યમથી તૈયાર થઈ શકે છે આ મશીનમાં પેંડા, બરફી, કાજુ કતરી અને કોપરાપાક સહિતની મીઠાઇઓ બનાવી શકાય છે
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત 150 લાખનની સહાય મળી
ખૂબ જ નજીવા પાવર સપ્લાયથી ચાલતા મશીનની ખાસિયત એ છે કે, બધા જ મીઠાઇના નંગ એક સમાન વજનના મળે છે અને તેની ગણતરી પણ ઓટોમેટિક થઈ જાય છે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સપોર્ટેડ આ સ્ટાર્ટઅપને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત 150 લાખ રૂપિયાની સહાય પણ મળી છે અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા આ સ્ટાર્ટઅપ વેન્ચરે ગોંડલ બીએપીએસ મંદિર ખાતેના ભોજન વિભાગમાં આ મશીન મૂકીને તેનું પ્રાથમિક અમલીકરણ શરૂ કર્યું છે
રિસર્ચ કરીને મશીન ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતુ
કોલેજ સમય દરમિયાન તેઓને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં ચાલતા ભોજનાલયમાં બનતી મીઠાઈઓના અલગ-અલગ સાઈઝ તથા વજનના તફાવતોના કારણે થતાં પ્રોબ્લેમને જોઈને તેમને આ મશીન બનાવવાનો વિચાર આવ્યો હતો ત્યારબાદ તેઓએ રિસર્ચ કરીને આ મશીન ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતું
આ ઇનોવેટિવ મશીનની ખાસિયતો
૧ ઓછા ઇલેક્ટ્રિક પાવરનો વપરાશ
૨ કાર્યશ્રમ તથા ઝડપી
૩ સમાન વજન, સ્વાદ, આકાર અને ગુણવત્તા
૪ સરળ તથા એડજસ્ટેબલ રચના
૫ ઇઝી ક્લિનિંગ પ્રોસેસ

Recommended