લગ્નના બીજા દિવસે સવા ત્રણ લાખ ઉઠાવી જનાર લૂંટેરી દુલ્હન ગેંગના બે આરોપી ઝડપાયા

  • 4 years ago
રાજકોટ:જંક્શન પ્લોટ મેઇન રોડ શેરી નં 15/2/બમાં રહેતાં સુમિત ઉમેશભાઇ વાઢેર (ઉવ24) નામના યુવાન સાથે મહારાષ્ટ્રના નાગપુરના નાંદેડના હદગાવ હડસનીની રાણી ઉર્ફે પાયલ ગાયકવાડ, નાગુપર હુડકેશ્વર ચોક મહાબલીનગરના ઉમેશ ઉર્ફે પપ્પુ ચુરે, સચીન ઉર્ફે મહેશ મરઘડે અને નાગપુરની નેહા બહાદુરે તથા અનુબેને મળી કાવત્રુ કરી લગ્નના નામે ઠગાઇ કર્યાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનર કચેરી નાગરિક સુવિધા કેન્દ્રમાં કરી હતી કન્યા જોવાના રૂ સવા લાખ ત્યાં ચૂકવાયા હતાં એ પછી લગ્નની બીજી જ રાતે કન્યા ઘરમાંથી રોકડ-દાગીના મળી સવા ત્રણ લાખની માલમત્તા ઉઠાવીને નાશી ગઇ હતી આ આંતરરાજ્ય ગેંગના બે આરોપી ઝડપાયા છે જેમાં એક મહિલા અને એક પુરૂષની પોલીસે ધરપકડ કરી છે પોલીસે ઝડપાયેલી બે વ્યક્તિની પૂછપરછ હાથ ધરી અન્ય શખ્સોની પણ શોધખોળ આદરી છે