20 વર્ષથી દાદીને એક વસ્તુથી હતો પ્રેમ, પૌત્રીએ 72મા બર્થડે પર આપી ગિફ્ટ

  • 4 years ago
અમેરિકાના મિશિગનમાં રહેતી જાહરિયા લાવેટ પાલમરે ટ્વિટર પર તેના દાદીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં દાદી તેની બર્થડે ગિફ્ટ ખોલતા જોવા મળી રહ્યા છે અને ગિફ્ટને જોતા જ તે કુદે છે રાડો પાડે છે અને ખુશ ખુશ થઈ જાય છે દરઅસલ આ ગિફ્ટ એક પર્સ હોય છે જેની કિંમત 28 હજાર રૂપિયા છે દાદી 20 વર્ષથી આ પર્સને ચાહે છે પરંતુ તેને ખરીદવાના તેની પાસે પૈસા નહોતા ત્યારે તેની પૌત્રીએ તેમના 72મા જન્મ દિવસ પર તેમને આ પર્સ ગિફ્ટ તરીકે આપ્યું
અને દાદી પર્સને જોતા જ તેના રિએક્શન રોકી નથી શકતા અને ખુશીના માર્યા પર્સને માથા પર ઓઢી લે છે ટ્વિટર પર દાદીના આ વીડિયોને લોકો રિટ્વિટ કરી રહ્યા છે

Recommended