સેલિબ્રિટી શેફ આનલ કોટકે બનાવી ગુજરાતની સૌથી મોટી સ્ટેન્ડિંગ થ્રીડી સાન્તા કેક

  • 4 years ago
સેલિબ્રિટી શેફ આનલ કોટકે નાતાલની પૂર્વ સંધ્યાએ ગુજરાતની સૌપ્રથમ એવીઅનોખા પ્રકારની સ્ટેન્ડિંગ સાન્તા કેક બનાવવી છે તેમણે અને તેની 10 સભ્યોની ટીમે ત્રણ દિવસનીમહેનત બાદ પાંચ ફૂટ ઊંચી અને લગભગ 600 કિલોગ્રામ વજન સિક્રેટ સાન્તા થીમ પરની કેકબનાવી હતી આ કેક અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે આવેલા ધ સિક્રેટ કિચન રેસ્ટોરાં ખાતે 24-25ડિસેમ્બર, 2019 દરમિયાન મૂકવામાં આવી હતીકેક અંગે શેફ આનલ કોટકે જણાવ્યું હતું કે "ગયા વર્ષે અમે નાતાલની પૂર્વસંધ્યાએ 56 ફૂટ લાંબીપ્લમ કેક બનાવી હતી આ વખતે અમે કંઈક અલગ જ પ્રકારની થીમ સાથેની કેક બનાવવાનું નક્કીકર્યું હતું વર્ટિકલ ફોર્મેટમાં સ્ટેન્ડિંગ કેક બનાવવી ખૂબ અઘરું કામ છે ખાલી ચોકલેટ મોલ્ડનો ઉપયોગ
કરીને તમે ગમે તેટલી મોટી કેક બનાવી શકો પરંતુ અમારે સ્પોજી કેક બનાવવી હતી અમે ત્રણદિવસ પહેલાં આ થીમ પર કામ કરવાનું શરૂ કર્યું હતું પાંચ ફૂટની ઊંચાઈવાળી સાન્તા કેક બનાવવામાટે અમે 370 કિલોગ્રામ વેનિલા કેક સ્પોન્જ, 190 કિલોગ્રામ ચોકલેટ ગનાશ અને 15 કિલોગ્રામમોલ્ડિંગ ચોકલેટ નો ઉપયોગ કર્યો હતો લગભગ 60 કલાક બાદ આ કેક તૈયાર થઈ હતી”

ગુજરાતમાં અગાઉ આ પ્રકારની કેક હજુ સુધી બની નથી હવે અમે આવતા વર્ષે 15 કટ ઊંચાઈની
સાન્તા કેક બનાવવા માંગીએ છીએ આ કેક લગભગ 1,800 કિલોગ્રામ નો હશે અને તેના માટે પાંચથીછ મહિના પહેલા તૈયારી શરૂ કરવી પડશે આ કેક માટે અમે ગિનેસ બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુકઓફ રેકોર્ડ્સને પણ રજૂઆત કરીશું કારણ કે આટલી ઉંચાઈ ની સ્પોજી કેક હજુ સુધી ક્યાંય બનીનથી" એમ તેમણે ઉમેર્યું હતું આ કેકનું અમદાવાદ સ્થિત સિદ્ધાર્થ ચાઈલ્ડ કેર એનજીઓના સહયોગથી સ્લમ એરિયાના બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું

Recommended