બાયોકેમિસ્ટે સ્ટેજ પર કેમિસ્ટ્રીનો પ્રયોગ કરીને ખિતાબ જીત્યો, લેબ કોટ પહેરીને સ્ટેજ પર પહોંચી

  • 4 years ago
મિસ અમેરિકા 2020નો ખિતાબ અમેરિકાના વર્જિનિયાની રહેવાસી એક બાયોકેમિસ્ટ કેમિલી શ્રિયરએ જીતી લીધો છે કેમિલીએ 50 મહિલાને હરાવી આ સ્પર્ધા જીતી મિસ અમેરિકાની છેલ્લી ચેલેન્જમાં સ્પર્ધકોએ તેમની છૂપી પ્રતિભા બતાવવાની હતી 24 વર્ષની કેમિલી લેબ કોટ પહેરીને સ્ટેજ પર પહોંચી અને જજોને સ્ટેજ પર જ કેમિસ્ટ્રીનો પ્રયોગ કરી બતાવ્યો કેમિલીએ કહ્યું કે તે ‘વુમન આૅફ સાયન્સ’ બનીને મિસ અમેરિકાના તાજ સાથે જોડાયેલી વ્યાપક માન્યતા તોડવા માગતી હતી સતત બીજા વર્ષે એવું થયું કે આ સ્પર્ધામાં ભાગ લેનારી મહિલાઓને એ આધારે પસંદ ન કરાઇ કે તેઓ સ્વિમિંગ કોસ્ચ્યૂમ કે ઇવનિંગ ગાઉનમાં કેવી દેખાય છે? આ સ્પર્ધા જીતવા પર કેમિલીને 36 લાખ રૂ સ્કોલરશિપ અને મિસ અમેરિકાની ‘નોકરી’ મળશે આ પદ માટે તેને એક વર્ષ સુધી મહેનતાણું મળશે, જેથી તે પદનો ઉપયોગ સમાજ પર પ્રભાવ પાડવા માટે કરી શકે, લોકોને સારા કામ કરવા પ્રેરિત કરી શકે

Recommended