બે મોંઢાવાળો સાપ જોઈને લોકોએ દૂધ પીવડાવીને પૂજા કરી, વનવિભાગને પણ આપવાની ના પાડી હતી

  • 5 years ago
પશ્ચિમ બંગાળના મિદનાપુર પાસે આવેલા એક ગામમાં બે મોંઢાવાળો સાપ જોવા મળતાં જ લોકોમાં કૌતુક ફેલાયું હતું વાત આસપાસના ગામોમાં પણ ફેલાતાં આ સાપનાદર્શન કરવા માટે લોકોનાં ધાડેધાડાં ઉમટ્યાં હતાં અંધશ્રધ્ધા અને ચમત્કારોમાં વિશ્વાસ કરતા ગામલોકોએ તો આ સાપને પૌરાણિક કથાઓમાં વર્ણવેલો નાગ સમજીને તેની પૂજા
કરવાનું તેમજ તેને દૂધ પીવડાવવાનું પણ શરૂ કરી દીધું હતું દુર્લભ એવો આ સાપ બેલ્દા ફોરેસ્ટ પાસેના ગામમાં મળ્યો હોવાની જાણ થતાં જ ફોરેસ્ટની ટીમ પણ ત્યાં પહોંચીહતી જ્યાં ગામલોકોએ આ સાપનો કબજો આપવાની પણ ના પાડી દીધી હતી મળતી માહિતી મુજબ આ નાજા કૌઠિયા પ્રજાતિનો ઝેરી નાગ હોવાથી વનવિભાગે પણગામલોકોની સુરક્ષા માટે તેનો કબજો લઈ લીધો હતો સોશિયલ મીડિયામાં પણ ગામલોકોએ રેકોર્ડ કરેલા આ બે મોંઢાવાળા સાપના અનેક ફોટોઝ અને વીડિયોઝ પણ વાઈરલથવા લાગ્યા હતા