બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ,એક વર્ષમાં અનેક પરીક્ષાઓ રદ થઈ

  • 4 years ago
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને અંતે રાજ્ય સરકારે રદ કરી દીધી છે આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઇ હોવાના છ લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોનો SITએ સ્વીકાર કર્યો છે એટલું જ નહીં, પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાની FSL દ્વારા પુષ્ટિ કરાતા SITએ આજે રાજ્ય સરકારને પોતાનો તપાસ અહેવાલ સુપરત કર્યો હતો અને આ પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ હતી

Recommended