રમત-ગમત મંત્રાલયે પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડ્- 2020 માટે 9 ખેલાડીઓના નામ મોકલ્યા, તમામ મહિલાઓ

  • 5 years ago
પદ્મ એવોર્ડ્ એ ભારત દેશના સૌથી પ્રતિષ્ઠીત એવોર્ડ્સ ગણાય છે જેને મેળવનાર નાગરિકને સમગ્ર દેશ સન્માનની નજરે જુએ છે



ભારત દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર રમત-ગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ 9 મહિલા રમતવિરોના નામ આ પદ્મ એવોર્ડસ માટે મોકલવામાં આવ્યા છે





છ વખત બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમ સી મેરિકોમનું નામ પદ્મ વિભૂષણ એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે તો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતનાર પીવી સિન્ધુનું નામ પદ્મ ભૂષણ એવોર્ડ માટે મોકલાયું છે જ્યારે કુસ્તી માટે વિનેશ ફોગાટ,ક્રિકેટ માટે હરમનપ્રીત કૌર, હોકી માટે રાની રામપાલ, શૂટિંગ માટે સુમા શીરુર, ટેબલ ટેનિસ માટે મનીકા બત્રા જ્યારે પર્વતારોહણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ તાશી અને નુંગશી મલીકનું નામ, પદ્મ શ્રી એવોર્ડ્સ માટે મોકલવામાં આવ્યું છે આ વર્ષે પદ્મ એવોર્ડ માટે કોઈ પણ પુરુષ ખેલાડીનું નામ રમતગમત મંત્રાલય દ્વારા મોકલવામાં આવ્યું નથી



ત્યારે એક વાત તો ચોક્કસ છે કે, સ્પોર્ટસ ક્ષેત્રે પ્રચંડ પુરુષાર્થ કરીને ભારત દેશનું નામ દુનિયામાં રોશન કરવા બદલ 2020નું વર્ષ આ પ્રતિષ્ઠીત પદ્મ એવોર્ડસ મેળવીને અનેક મહિલા ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે 25 જાન્યુઆરી, 2020ના દિવસે એવોર્ડ્ મેળવનાર વ્યક્તિઓના નામની જાહેરાત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે,‘નારી તું નારાયણી ‘ આ વાક્ય Women Empowerment તરફ પ્રગતિ કરી રહેલાં ભારત દેશમાં હવે સાર્થક થઈ રહ્યુ છે