શામળાજી RTO ચેક પોસ્ટ બંધ, ડિટેઈન થયેલા વાહનોના ટાયર, એસેસરીઝની ચોરી

  • 5 years ago
શામળાજી/ ભિલોડા:રાજ્ય સરકારે તાજેતરમાં જ 16 આરટીઓ ચેકપોસ્ટને કાયમી બંધ કરી છે ચેક પોસ્ટ બંધ કરાતા આરટીઓ દ્વારા ડિટેઈન કરાયેલા વાહનોના ટાયરો, પાર્ટ અને એસેસરીઝ ચોરાયા હોવાનું સામે આવ્યું છે
આરટીઓ કચેરીને ખંભાતી તાળા મારી દેવાતા અહીં ડિટેઈન કરાયેલા વાહનો રામ ભરોષે હોય તેવું લાગી રહ્યું છે શામળાજી રતનપુર ચેકપોસ્ટથી અનેક વાહનોની અવરજવર રહે છે ત્યારે અહીં અજાણ્યા લોકો દ્વારા વાહનોની એસેસરીઝની ચોરી કરાઈ હોવાનું સામે આવતા આસપાસના લોકો આવી ઘટનાને ડામવા માટે સિક્યુરિટી રાખવાની માંગ કરી રહ્યા છે અહીં પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે વહિવટી તંત્ર વિશેષ કાળજી રાખે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે