મનોહરલાલ ખટ્ટરના પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ, 6 કેબિનેટ અને 4 રાજ્યમંત્રીઓએ શપથ લીધા

  • 5 years ago
હરિયાણાની 14મી વિધાનસભાના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે કરવામાં આવ્યું છે તેમાં 6 કેબિનેટ અને 4 રાજ્યમંત્રીઓએ શપથ લીધા છે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ દરેક મંત્રીઓને શપથ અપાવ્યા છે તેમાં ભાજપના 8, જેજેપીના 1 અને 1 અપક્ષ ધારાસભ્ય રણજીત સિંહે શપથ લીધા વિધાનસભા ચૂંટણીમાં 40 સીટ જીતનાર ભાજપે 10 સીટ વાળી જેજેપી અને 7 અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી છે

કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા-અનિલ વિજ, કંવરપાલ ગુર્જર, મૂળચંદ શર્મા, રણજીત સિંહ, જયપ્રકાશ, બનવારી લાલ
રાજ્યમંત્રીના શપથ લીધા-ઓમપ્રકાશ યાદવ, કમલેશ ઢાંડા, જેજેપીના અનૂપ ધાનક, હોકીના ખેલાડી સંદીપ સિંહ