CM યોગી સાથે રાજ્યપાલ આનંદીબેને સરયૂ આરતીમાં ભાગ લીધો

  • 5 years ago
ભગવાન રામનું શહેર અયોધ્યામાં દીપોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે અહીં તેમણે રામ-સીતાની આરતી ઉતારી હતી રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી હતી બાકીના દીવડા શહેરના અન્ય ભાગમાં પ્રગટાવવામાં આવ્યા હતા કુલ 5 લાખ 50 હજાર દીવડા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે દીવડાઓ પ્રગટાવ્યા બાદ તેની ગણતરીક કરવામાં આવી હતી લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમને માણી રહ્યા છે મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે કાર્યક્રમ ચાલી રહ્યો છે દેશ વિદેશથી આવેલા મુલાકાતીઓએ કહ્યું હતું કે તેમણે આવું ક્યારેય જોયું નથી