ખાંભા: સિંહણે હુમલો કરતા યુવકને પાછળના ભાગે પાંચ ટાંકા આવ્યા

  • 5 years ago
ખાંભા: ખાંભાના દિવાનના સરકડિયાવાળા રોડ નજીક પોતાની માલિકીની વાડીમાં રાણીગભાઇ જીવાભાઇ નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક સિંહણે પાછળથી હુમલો કરી દીધો હતો આથી પોતાનો જીવ બચાવવા યુવાને સિંહણ સાથે બાથ ભીડી હાકલાપડકારા કરતા નાસી છૂટી હતી બાદમાં આસપાસમાંથી લોકો દોડી આવી યુવાનને સારવાર માટે ખાંભા સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં બેઠકના ભાગે યુવાનને પાંચ ટાંકા આવ્યા છે વધુ સારવાર માટે અમરેલી ખસેડાયો છે