દ્વારકાથી ભાલકાતીર્થની ભવ્ય રથયાત્રા વેરાવળ પહોંચી, ઠેર-ઠેર સ્વાગત

  • 5 years ago
ગીર-સોમનાથઃ આહીર સમાજ આયોજિત દ્વારકાથી ભાલકાતીર્થની ભવ્ય રથયાત્રા વેરાવળ પહોંચી છે રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાવમાં આવ્યું છે રથયાત્રામાં સેંકડો મોટર કાર અને હજારો મોટર સાયકલ સાથે આહીર સમુદાય જોડાયો છે અંદાજે પાંચેક કિલોમીટરની રથયાત્રા કાઢવામાં આવી છે વેરાવળ શહેર મુસ્લિમ સમુદાય સહિત જુદા જુદા સમાજ તેમજ સામાજિક સેવાકીય સંસ્થાઓ, વેપારી મંડળોએ રથયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર રથયાત્રાના રૂટ પર સ્વાગત અભિવાદનના બેનરો સાથે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું આહીર સમાજની આ રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી

Recommended