કાર્ડિયો ઉનો પ્લસ દ્વારા આયોજિત ‘હેપી હાર્ટ રેલી’માં બહોળા પ્રમાણમાં સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા

  • 5 years ago
હૃદયની વધતી જતી બીમારીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર સમગ્ર વિશ્વમાં 29 સપ્ટેમ્બરનો દિવસ ‘વર્લ્ડ હાર્ટ ડે’ તરીકે મનાવવામાં આવે છે અમદાવાદ ખાતે આ દિવસની ઉજવણી નિમિત્તે ખાસ ‘હેપી હાર્ટ રેલી’ યોજાઈ હતી અમદાવાદ ખાતે કાર્યરત નોન પ્રોફિટ હાર્ટ ડિસીઝ પ્રિવેન્શન સેન્ટર ‘કાર્ડિયો ઉનો પ્લસ’ અને ‘હેપી હાર્ટ સપોર્ટ ગ્રુપ’ દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ રવિવારે અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન (AMA) ખાતે સવારે 7થી 11 વાગ્યા સુધી યૂનિક હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહોળા પ્રમાણમાં તમામ ઉંમરના પુરુષો, મહિલાઓ અને ખાસ કરીને યુવાનો જોડાયા હતા