સુરતમાં આર્થિક ભીંસને કારણે રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત

  • 5 years ago
સુરતઃ આર્થિક ભીંસને કારણે રત્ન કલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છે અને દવા પીધી છે ત્યારબાદ રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો સરથાણાની શ્યામધામ સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય રાજુ નટવર ખેનીએ બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ રાજુભાઈ મોતને ભેટ્યા હતા પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાજુએ ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન પણ કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસના કારણે આકરું પગલું ભર્યું હતું