પિતા અને બે પુત્રોએ ઝેરી દવા પી લીધી, વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાની ચર્ચા

  • 5 years ago
મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પિતા અને તેના બે પુત્રોએ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી પિતા અને બન્ને પુત્રોએ વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું જો કે હકીકત પોલીસ ફરિયાદ અને તપાસ બાદ જ સામે આવશે

Recommended