ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ - આ 5 રાશિના લોકોની કિસ્મત ચમકી જશે

  • 5 years ago
16 જુલાઈના રોજ ચંદ્ર ગ્રહણ પડશે. જે ભારતમાં દેખાશે. આ વખતે અષાઢ મહિનાની પૂનમ એટલે કે ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ થઈ રહ્યુ છે. ભારત સાથે જ આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યૂરોપ અને દક્ષિણ અમેરિકામાં દેખાશે. જ્યોતિષ મુજબ ગ્રહણ 16 જુલાઈ 2019ની રાત્રે લગભગ 1.30 વાગ્યાથી શરૂ થઈ જશે. તેનો મોક્ષ 17 જુલાઈની સવારે લગભગ 4.30 વાગ્યે પુરો થશે. ગ્રહણ ત્રણ કલાક રહેશે. 149 વર્ષ પછી આવો દુર્લભ યોગ બન્યો છે આ પહેલા 12 જુલાઈ 1870ના રોજ 149 વર્ષ પહેલા ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ થયુ હતુ. એ સમયે પણ શનિ કેતુ અને ચંદ્ર સાથે ધનુ રાશિમં સ્થિત હતો. સૂર્ય રાહુ સાથે મિથુન રાશિમાં સ્થિત હતો

Recommended