આગ જોઈને ભડકેલી હાથણીએ એક જણને કચડ્યો, મેળામાં માતમ ફેલાયો

  • 5 years ago
બિહારના સીવાન જિલ્લાના વસંતપુરમાં હાથણીએ કચડતાં જ 46 વર્ષીય સત્યેન્દ્ર માંઝીનું મોત થયું હતું શુક્રવારે સાંજે શહેરમાં મહાવીરી મેળાના પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અનેક લોકો આ સરઘસમાં સામેલ થઈને તેની સાથે સાથે ચાલી રહ્યા હતા અનેક કરતબબાજો પણ ડીજેના તાલે ડોલતાં ડોલતાં તેમના હેરતઅંગેજ કરતબો બતાવીને લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા આ શોભાયાત્રાની શાન વધારવા માટે આયોજકોએ પણ પાંચ હાથી અને ચાર ઊંટનો સમાવેશ કર્યો હતો

શોભાયાત્રા તેના નિયત કરેલા માર્ગે શાંતિથી આગળ વધી રહી હતી ત્યાં જ અચાનક જ કરતબબાજે આગના ગોળાવાળો ખેલ કરતાં જ એક હાથણી ભડકી હતી યુવકે મશાલને ફૂંક મારીને આગના ગોળા હવામાં ફેંકતાં જ ડરેલી હાથણીએ ત્યાં અફડાતફડીનો માહોલ સર્જ્યો હતો વિફરેલી હાથણીએ સત્યેન્દ્રને પગ નીચે કચડ્યા હતા જેના કારણે તેમનું મોત થયું હતું હાથણીના ડરે સર્જેલા આતંકે જોતજોતામાં જ મેળાના માહોલને માતમમાં બદલી દીધો હતો