રાજકોટનાં સોનીએ બનાવેલો 11 કિલો ચાંદીનો હાર ગોકુળ-મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરાયો

  • 5 years ago
જીજ્ઞેશ કોટેચા, રાજકોટ:શહેરમાં બનતી જ્વેલરી દેશના દરેક ખુણામાં પ્રખ્યાત છે બોલિવૂડના સ્ટાર્સથી લઈને તમામ સેલિબ્રિટીઝ જ્વેલરી માટે રાજકોટને પહેલી પસંદગી આપે છે ત્યારે રાજકોટનાં એક સોનીએ બનાવેલો 11 કિલો ચાંદીનો હાર ગોકુળ-મથુરામાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણને પહેરાવવામાં આવ્યો હતો પોપ્યુલર આર્ટ જવેલર્સ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ માટે ખાસ 11 કિલોનો ચાંદીનો વિશેષ આકર્ષણ ધરાવતો હાર તૈયાર કરવામાં આવ્યો હતો

5થી 6 લાખ રૂપિયાના ખર્ચે હાર તૈયાર થયો
પોપ્યુલર આર્ટ જવેલર્સના સોની ગોપાલભાઈ આડેસરાએ DivyaBhaskar સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ હાર બનાવવા માટે 4 મહિના જેટલો સમય લાગ્યો હતો અને આ હાર 5થી 6 લાખના ખર્ચે તૈયાર થયો છે મથુરામાં રહેતા એક હરિયાણી પરીવારે આ ઓર્ડર આપ્યો હતો

મથુરાનાં હરિયાણી પરિવારે હાર બનાવવા માટે રાજકોટનાં સોનીને ઓર્ડર આપ્યો
ગુજરાત રાજ્યમાંથી પ્રથમ વખત રાજકોટના સોની વેપારીએ બનાવેલો હાર ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવ્યો હતો મથુરાના એક હરિયાણી પરિવારે હાર બનાવવા માટે રાજકોટનાં સોની વજુભાઇ અને ગોપાલભાઇ આડેસરાને ઓર્ડર આપ્યો હતો વજુભાઇ અને ગોપાલભાઇ આડેસરા પોતે ભગવાનના હારની ડિઝાઇન બનાવવા કારીગરો સાથે બેઠા હતાં 7 ફુટ અને 6 ઇંચની લંબાઇ પહોળાઇ સાથે બનેલા હારની કલા કારીગીરી પર ભાવિકો મોહિત થઇ ગયા હતાં