માત્ર ગાયના ગોબરમાંથી ગણપતિની મુર્તિ બનાવે છે, સ્થાપન કરો એટલે ઉર્જા મળે

  • 5 years ago
સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશમાં જન્માષ્ટમીની સાથે સાથે ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે પરંતુ ગણેશ સ્થાપન વખતે ઢોલ નગારા અને જે ભક્તિ સાથે બાપાનું સ્થાપન કરવામાં આવે છે તે વિસર્જન સમયે બધું પાણીઢોળ થતું હોય છે ભક્તોની આસ્થાને ઠેંસ પહોંચે તેમ ગણપતિ કચરાના ઢગલામાં પડ્યા હોય છે રાજકોટની મહિલા આરતી પંડિત ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવે છે એ પણ ગાયના ગોબરમાંથી માત્રને માત્ર ગોબર સિવાય બીજો કોઇ ઉપયોગ કરવામાં નથી આવતો આરતી દિપકભાઇ પંડિતે DivyaBhaskar સાથેની વાતચતીમાં જણાવ્યું હતું કે, આ મુર્તિની સ્થાપનાથી જ્યાં સ્થાપન કરો ત્યાં ઉર્જા મળે છે નાના મોટા રોગથી દૂર રહે છે, આને વિસર્જન કરવાની પણ જરૂર નથી અને કરો તો ઘરના કુંડમાં નાખી દો એટલે ખાતર બની જાય છે