ચૂંટણી પહેલાં કેજરીવાલની જાહેરાત- 200 યૂનિટ સુધી વીજળીનું બીલ માફ

  • 5 years ago
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલાં દિલ્હીવાસીઓ માટે લોભામણી જાહેરાત કરી છે કેજીરીવાલે દિલ્હીમાં 200 યૂનિટ સુધીનું વીજળીનું બિલ માફ કરી દીધું છે તેમણે કહ્યું છે કે, હવેથી દિલ્હીમાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી સસ્તી વીજળી આપવામાં આવશે કેજરીવાલે જણાવ્યું છે કે, 201-400 યૂનિટ સુધીના વીજળીના બિલ પર 50 ટકા સબસિડી આપવામાં આવશે, દિલ્હીમાં આગામી છ મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે

આ પહેલાં કેજરીવાલે દિલ્હીમાં મહિલાઓ માટે મેટ્રો, ડીટીસી અને ક્લસ્ટર બસોમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરી હતી કેજરીવાલે જૂનમાં કહ્યું હતું કે, આ મહિને નવી બસ આવવાની શરૂઆત થઈ જશે આ મહિને જ 25થી 30 નવી બસો આવી જશે આગામી 12 મહિનાની અંદર 3 હજાર જેટલી બસો દિલ્હીમાં આવશે દરેક બસોમાં કેમેરા હશે આ યોજના પર અંદાજે 700-800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે આ બધો ખર્ચ દિલ્હી સરકાર ઉપાડશે

Recommended