રેલવેના નિયમો તોડી પેસેન્જર્સથી ખીચોખીચ ઓટો રિક્ષા પ્લેટફોર્મ પર દોડી

  • 5 years ago
એક તરફ ભારે વરસાદના કારણે મુંબઈના હાલ બેહાલ છે મહાલક્ષ્મી એક્સપ્રેસમાંથી 700 યાત્રિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે ત્યારે મુંબઈના શહદ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાઇરલ થયો છે જ્યાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક ઓટો રિક્ષા ચડી ગઈ, અને પેસેન્જર્સને ખીચોખીચ ભરી ડ્રાઇવરે રીક્ષાને બેફામ રીતે ભગાવી હતી આમ તો રેલવેના પ્લેટફોર્મ પર કોઈ પણ વાહન જવાની મનાઈ હોય છે તો આ રીક્ષા અહીં સુધી આવી કઈ રીતે હશે? વળી ત્યાં આજુબાજુમાં કોઈ ગાર્ડ કે સિક્યોરિટી કે રેલવે પોલીસ પણ દેખાતી નથી એટલે આ વીડિયોને જોઇને ઘણાં સવાલો ઉભા થાય છે રીક્ષામાં બેઠેલા પેસેન્જર્સ પણ ચીચીયારી કરી રહ્યા છે ત્યારે સામે રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનમાંથી કોઈ મુસાફરે વીડિયો શૂટ કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

Recommended