પીએમ મોદીને જીતની શુભેચ્છા પાઠવવા અમરેલીથી દિલ્હીનો 1100 કિમીનો સફર સાઇકલ પર ખેડ્યો

  • 5 years ago
ગુજરાતમાં અમરેલીના ભાજપ કાર્યકર્તા ખીમચંદભાઈ ચંદ્રાણી 17 દિવસ સાઇકલ ચલાવીને અમરેલીથી આશરે 1100 કિલોમીટર દૂર દિલ્હી આવ્યા બુધવારે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમને લોકસભા ચૂંટણી 2019નાં પરિણામ બદલ તેમને અભિનંદન પાઠવ્યા આ ગુજરાતીએ બીજેપીની જીત બાદ પીએમ મોદીને મળવાનું નક્કી કર્યું હતું

ખીમચંદભાઈએ પરિણામ જાહેર થયા પછી નક્કી કર્યું હતું કે, હું અમરેલીથી દિલ્હી સાઇકલ ચલાવીને પીએમ મોદીને અભિનંદન પાઠવીશ તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, અમરેલીથી દિલ્હી સુધીનો પ્રવાસ ખેડવામાં મને 17 દિવસ લાગ્યા પીએમ મોદીએ મારી સાથે મુલાકાત કરીને કહ્યું કે, તમારામાં ઘણું સાહસ છે હું શુક્રવારે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ મળીને જીતની શુભેચ્છા પાઠવીશ

Recommended