લિંબાયતમાં ઉર્દૂ સ્કૂલમાં યુવક છરી લઈ છેડતી કરવા ઘુસ્યો, વિદ્યાર્થીઓમાં નાસભાગ, વાલીઓનો હોબાળો

  • 5 years ago
સુરતઃલિંબયાત વિસ્તારમાં આવેલી પદ્માવતી સોસાયટીમાં આવેલી પાલિકા સંચાલિત ઉર્દૂ સ્કૂલ નંબર 35 કન્યા શાળામાં બપોરના સમયે ચપ્પુ લઈને વિદ્યાર્થી ઘુસી આવ્યો હતો જેથી શાળામાં ભારે ધમાલ મચી ગઈ હતી કોલોનીના લોકોએ સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યો હતો લિંબાયત પોલીસે યુવકની અટકાયત કરી હતી ઘટના સ્થળે હોબાળો મચાવતાં વાલીઓએ જણાવ્યું હતું કે, આ યુવક કોઈ છોકરીની છેડતી કરવા છેલ્લા પંદરેક દિવસથી આવતો હતો આજે સ્કૂલના કમ્પાઉન્ડમાં તિક્ષ્ણ હથિયાર સાથે ઘુસી આવ્યો હતોયુવકે વિદ્યાર્થિનીઓને ચપ્પુ બતાવતા મામલો બિચકાયો હતો

Recommended