બીજા વિશ્વયુદ્ધમાં પ્રેમિકાથી વિખુટા પડેલા સૈનિકની અનોખી લવ સ્ટોરી, 75 વર્ષે મિલન થયું

  • 5 years ago
હાથમાં ટેકણ લાકડી સાથે ચાલતા 97 વર્ષીય કેટી રોબિન્સે જ્યારે સામે તેમની પ્રેમિકાને જોઈ ત્યારે તેઓ ફરી એકવાર યુવાનીના દિવસોવાગોળવા લાગ્યા હતા 75 વર્ષના લાંબા સમયગાળા બાદ એકબીજાને જોઈને બંને ભેટી પડ્યા હતા બીજા વિશ્વયુદ્ધ સમયે જ્યારે આ પ્રેમકથાનીશરૂઆત થઈ ત્યારે રોબિન્સ 24 વર્ષના અને જેનિન 18 વર્ષનાં હતાં અલગ અલગ દેશોમાં રહેનાર આ બંનેને પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો હતોજો કે યુધ્ધ પૂર્ણ થતાં જ રોબિન્સને ઈસ્ટર્ન ફ્રાન્સ છોડીને અમેરિકા પરત ફરવું પડ્યું હતું તેમના ગયા બાદ પણ જેનિન એક જ આશા રાખીને બેઠાંહતાં કે રોબિન્સ જરૂર ફ્રાન્સ પરત આવશે જેનિનથી અલગ થયા બાદ તેમની પાસે માત્ર થોડા ફોટોઝ હતા તો સામેજેનિન પણ તેમના પરત આવવાની આશાએ અમેરિકન અંગ્રેજી પણ શીખી લીધું હતું સમયના વહાણમાં વિખૂટા પડીને અલગ અલગ દેશમાં
રહેતા આ કપલે એકબીજાની યાદોમાં જ દાયકાઓ પસાર કરી દીધા હતા જો કે એક પત્રકારના પ્રયત્નોને કારણે આ કપલે 75 વર્ષ બાદ એકબીજાસાથે કલાકો વિતાવ્યા હતા ફરી મળવાના વાયદા સાથે જ્યારે આ કપલે એકબીજાને આવજો ક્હયું ત્યારે આ દૃ્શ્ય જોનારાઓની પણ આંખોમાંપણ પાણી આવી ગયું હતું

Recommended