પાણી પહેલા પાળ બાંધી, વાવાઝોડા સામે સતત 24 કલાકથી રૂપાણી સરકાર ખડેપગે

  • 5 years ago
ગાંધીનગરઃગુજરાતના 1600 કિમીના દરિયાકાંઠે ત્રાટકી રહેલા ‘વાયુ’ વાવાઝોડામાં સૌથી ઓછું નુકસાન અને કોઇ જાનહાની ન થાય એ માટે રાજ્ય સરકાર છેલ્લા 24 કલાકથી ખડેપગે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત વહિવટી તંત્રની કામગીરી પર નજર રાખી રહ્યા છે અને જરૂરી સૂચનો આપી રહ્યાં છે વાવાઝોડામાં પ્રભાવિત થનારા તમામ જિલ્લાઓમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહીને પ્રાથમિકતા આપવાની સૂચના આપવામાં આવી છે અને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે

Recommended