EDએ મની લોન્ડરિંગ મામલે મંગળવારે વાડ્રા સાથે 13મી વખત પૂછપરછ કરી

  • 5 years ago
EDએ મની લોન્ડરિંગ મામલે મંગળવારે વાડ્રા સાથે પૂછપરછ કરી હતી વાડ્રાને લંડન, એનસીઆર, બિકાનેર સહિત ઘણી જગ્યાઓ પર ખરીદાયેલી જમીનોના મામલે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે EDએ સોમવારે તેમને સમન્સ મોકલ્યું હતું પૂછપરછ પહેલા વાડ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યુંકે, તપાસ એજન્સીઓએ મને 13 વખતે પૂછપરછ માટે બોલાવ્યો છે મેં દરેક સવાલનો જવાબ આપ્યો છે મને કારણ વગર જ હેરાન કરવામાં આવી રહ્યો છે

મારી તબિયત વિશે જાણકારી સાર્વજનિક કરવામાં આવે છેઃ વાડ્રા-વાડ્રાએ લખ્યું કે, તપાસ એજન્સીઓએ અત્યાર સુધી 80 કલાકની પૂછપરછ કરી છે મેં દરેક સવાલોના જવાબ આપ્યા છે બિનજરૂરી ડ્રામા કરવામાં આવી રહ્યો છે મારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારીઓને સાર્વજનિક કરવામાં આવે છે જે એકદમ ખોટું છે

Recommended