20 ગામના સરપંચો સાથે ઉદ્ધતાઇ કરી જિલ્લા વિકાસ અધિકારીએ બહાર કાઢ્યા

  • 5 years ago
અમરેલી: અમરેલી જિલ્લા વિકાસ અધિકારીની ઉદ્ધતાઇ સામે આવી હતી તાલુકા પંચાયતના મુખ્ય ઇજનેરની જગ્યા ભરવા અંગે તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 20 ગામના સરપંચો જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા તેમની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ જિલ્લા વિકાસ અધિકારી સીએમ પાડલીયાએ તમામ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરી ઓફિસ બહાર કાઢ્યા હતા જેને લઇ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 20 ગામના સરપંચ ધરણા પર બેઠા હતા જિલ્લા વિકાસ અધિકારીએ પગલા લેવાની ખાત્રી આપતા ધરણા સમેટી લેવામાં આવ્યા હતા

Recommended