પાણી માટે દિવસમાં 4 વખત 2 કિમીનો ફેરો, રસ્તો બનાવવા ગામ લોકોએ પહાડ ચીર્યો
  • 5 years ago
પાવી જેતપુરઃછોટાઉદેપુર જિલ્લાના તુરખેડા પાસેથી નર્મદા નદી પસાર થાય છે પણ તેના પાણી લેવા માટે ગામની મહિલાઓને બે કિલોમીટર દૂર નર્મદા નદીએ જવાની ફરજ પડી રહી છે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે વસેલા તુરખેડા ગામની મહિલાઓને પણ બે બેડાં પાણી માટે બે કિલોમીટર દૂર નર્મદા નદીએ જવાની ફરજ પડે છે તુરખેડા ગામમાંથી જ નર્મદા નદી વહે છે પણ ગામની ભૌગોલિક પરિસ્થિતી એવી છે કે આખું ગામ ખીણમાં વસે છે અને ખીણની નાની ટેકરીઓ પર પોતાના ઝૂંપડા બનાવીને રહેતા આદીવાસી પરીવારની મહિલાઓને બે બેડાં પાણી માટે બારેમાસ નદીએ જવું પડે છે
Recommended