સુરતના કડોદરામાં લગ્ન પ્રસંગે યોજાયેલા ડાયરામાં રૂપિયા અને ડોલરનો વરસાદ

  • 5 years ago
સુરતઃ સુરત જિલ્લાના કડોદરામાં દેસાઈ પરિવાર આયોજિત લગ્ન સમારંભ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો જેમાં ભારતીય ચલણી નોટો સાથે અમેરિકન ડોલર ઉડાડ્યા હતાસુરત જિલ્લાના કડોદરામાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા રમેશ નાયકના પુત્ર પાર્થ અને દેસાઈ પરિવારની રિદ્ધિના લગ્ન પ્રસંગે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં ગાયક તરીકે ગીતા રબારીને બોલાવવામાં આવી હતી ડાયરાની શરૂઆત દેશભક્તિના ગીતોથી કરવામાં આવી હતી જેમ જેમ ગીતા રબારીએ ભજન ની રમઝટ બોલાવવાનું શરૂ કર્યું તેમ તેમ ઉપસ્થિત જનમેદનીએ નોટો ઉડાડવાનું શરૂ કર્યું હતું અને રૂપિયાની સાથે અમેરિકન ડોલરનો પણ વરસાદ વરસાવી દીધો હતો

Recommended