વલસાડમાં દારૂડિયાઓની ખાતિરદારી: હોલ ભાડે રાખી 916 પીધેલાઓને પોલીસે રાખ્યા

  • last year
31મી ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ વલસાડ જિલ્લાની આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર કડકાઇથી વાહન ચેકિંગ કર્યું હતું. ત્યારે દારૂની મહેફિલ માણીને વલસાડ જિલ્લાની ચેકપોસ્ટ ક્રોસ કરવા જતાં લોકોને પોલીસે બ્રેથ એનલાઈઝર મશીન વડે ચેક કર્યા હતા. જેમાં પોલીસે કુલ 916 લોકોને દારૂની મહેફિલ માણીને વલસાડ જિલ્લાની બોર્ડર ઉપર આવતાં ઝડપી પાડ્યા હતા.

વલસાડ જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોએ 10-20 નહીં પરંતુ 916થી વધુ પીધેલાઓના કેસ કરવામાં આવ્યા હતા. દારૂના નશામાં આવેલા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મથક નજીકના વિસ્તારોમાં કયાંક મંડપ તો કયાંક હોલ પોલીસ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે.