શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભાજપની સભામાં ખેસ પહેર્યો

  • 2 years ago
ભાવનગર શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં જીતુ વાઘાણીની જંગી જાહેર સભામાં કોંગ્રેસ અને આપના 100થી વધું કાર્યકરો ભાજપમાં જોડાયાં છે. જીતુવાઘાણીનાં સમર્થનમાં આવેલા મધ્યપ્રદેશનાં સી.એમ શિવરાજસિંહ ચૌહાણનાં હસ્તે નવા જોડાયેલા કોંગ્રેસ અને આપનાં કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. નિવૃત્ત થયેલા જજ પંકજભાઈ ચૌહાણે પણ મુખ્યમંત્રીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડતાં બંને પાર્ટીમાં ગાબડું પડ્યું હતું. પી.આર ચૌહાણ, મનુભાઈ મકવાણા તેમજ કોંગ્રેસ નો મોટો ચહેરો એવા જગદીશ જાજડિયા સહિતનાં ભાજપમાં જોડાયા છે.