પોલેન્ડમાં રશિયન મિસાઇલથી બે નાગરિકોના મોત થયા દુનિયાભરમાં ખળભળાટ

  • 2 years ago
યુક્રેન યુદ્ધની આગ હવે નાટો દેશ પોલેન્ડ સુધી પહોંચી ગઈ છે અને ત્યાં મિસાઈલ હુમલો થયો છે. આ હુમલામાં બે લોકોના મોત થયાના સમાચાર છે. પોલેન્ડે કહ્યું છે કે આ મિસાઈલ રશિયામાં બનાવવામાં આવી હતી પરંતુ તે કોણે છોડી તે હજુ સ્પષ્ટ નથી. આ દરમિયાન પોલેન્ડ પર મિસાઈલ હુમલા બાદ અમેરિકાના નેતૃત્વમાં બાલીમાં G7 દેશોની ઈમરજન્સી બેઠક થઈ છે. તો યુએસ પ્રમુખ જો બાઇડેને કહ્યું છે કે પ્રાથમિક પુરાવા સૂચવે છે કે મિસાઇલ રશિયા તરફથી છોડવામાં આવી હોવાની શક્યતા ઓછી છે.

Recommended