મુસાફરે એવી જગ્યાએ છૂપાવ્યું ગોલ્ડ છતાં ઝડપાયો

  • 2 years ago
તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગની ખતરનાક ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પર સામે આવ્યો છે. સ્મગલરે ગોલ્ડ સૂટકેસમાં એવી રીતે ગોલ્ડ છુપાવ્યું હતું કે ગોલ્ડ લઈ જતી વખતે કોઈને બિલકુલ શંકા ન જાય, તેમ છતાં કસ્ટમ વિભાગે કોલંબોથી આવેલા એક મુસાફર પાસેથી ગોલ્ડ પકડી પાડ્યું હતું. કોલંબોથી આવેલો મુસાફર 1038 ગ્રામનું 46.24 લાખનું સોનાની સ્મગલિંગ કરવામાં નિષ્ફળ ગયો હતો. આ મુસાફરે ટ્રોલી શૂટકેસની બહારની લાઈનિંગમાં ગોલ્ડ છુપાવ્યું હતું, જેને કસ્ટમે ઝડપી પાડ્યું હતું. હાલ કસ્ટમે આ મુસાફરની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

Recommended