અમદાવાદમાં ધનતેરસના દિવસે ચોરી, શું છે સમગ્ર ઘટના જુઓ આ વિડીયોમાં

  • 2 years ago
ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં આવેલા અંજલિ જ્વેલર્સના શો રૂમના માલિક મહેશભાઈ શાહને બંધક બનાવીને આ જ શો રૂમમાં કામ કરતા કર્મીઓએ ચોરીને અંજામ આપ્યો હતો. ધનતેરસ હોવાથી વેપારીની દુકાન રાત્રે મોડી સુધી ચાલુ હતી અને રાતના બે વાગ્યે તેઓએ દુકાનના દાગીના ભેગા કરીને સ્ટ્રોંગ રૂમ લોકરમાં મુકવા ગયા તે જ સમયે તેઓના શોરૂમમાં કામ કરતા સુરેન્દ્રસિંહ ઝાલા અને ચિરાગ નાયક નામના બન્ને સેલ્સમેન તેઓને સ્ટ્રોંગ રૂમમાં પુરી દઈ શો રૂમમાં રાખવામા આવેલુ અંદાજે સવા ત્રણ કિલો સોનું લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.