દિવાળીના તહેવારોને લઈ મુસાફરોથી બસ ડેપો ખીચોખીચ ભરાયા

  • 2 years ago
સુરત શહેરમાં દિવાળીને લઈ વતનમાં જવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ રાજ્યમાંથી સુરત રોજગારી માટે આવતા લોકો વતન જવા હજારોની સંખ્યામાં જવા ઉમટી પડ્યા છે. જેના કારણે ST ડેપો મુસાફરોથી ખીચોખીચ ભરાયા છે. કોરોના કાળના બે વર્ષ બાદ વતનમાં જવા મળતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સરળતાથી વતનમાં જઈ શકે તે માટે સુરત એસ ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન પણ કરાયું છે.

Recommended