કોઈ સમારંભ યોજાયા વિના થયેલાં લગ્નની નોંધણી ફેક ગણાશે: કોર્ટ

  • 2 years ago
મદ્રાસ હાઇકોર્ટે મેરેજ સર્ટિફિકેટ અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ઠરાવ્યું કે કોઇ પણ પ્રકારના સમારંભ વિના થતા લગ્ન ગેરમાન્ય ગણાશે, મતલબ કે લગ્ન સમારંભ નહીં થયો હોય તો લગ્નનોંધણી કે તેનું પ્રમાણપત્ર બંનેનું કોઇ મહત્ત્વ નહીં રહે. તે ફેક ગણાશે. હાઇકોર્ટના જસ્ટિસ આર. વિજયકુમારે કહ્યું કે યુગલે તેમના ધર્મના સમારંભ, રીતરિવાજ મુજબ લગ્ન કરવા અનિવાર્ય રહેશે. તે રીતે લગ્ન થયા હશે તો જ તમિલનાડુ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ, 2009 હેઠળ લગ્નનોંધણી થઇ શકશે. લગ્નની નોંધણી કરતા અધિકારીએ તપાસ કરવાની રહેશે કે તે યુગલના ખરેખર લગ્ન થયાં છે કે નહીં? ત્યાર પછી જ રજિસ્ટ્રેશન યોગ્ય ગણાશે.