શહેરમાં પોલીસ દ્વારા તહેવારોને લઈ સ્પેશિયલ વ્હીકલ ડ્રાઇવ યોજાઈ

  • 2 years ago
આવનાર દિવાળી તહેવારને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ જુદા જુદા પ્રકારની શહેરમાં કામગીરી કરી રહી છે. જે અંતર્ગત ગત મોડી રાત્રે સુરત સીટી પોલીસ દ્વારા જુદા જુદા ચાર પોલીસ મથકના હદ વિસ્તારોમાં વ્હીકલ કોમ્બિંગ ડ્રાઈવ યોજી હતી.સુરતના ઉમરા, અલથાણ, અઠવા અને વેસુ પોલીસ સ્ટેશનના જુદા જુદા મુખ્ય પોઇન્ટ્સ પર પોલીસના ઉચ્ચ અધિકારી સહિતના કાફલા સાથે રસ્તા પર સ્પેશિયલ વ્હીકલ ડ્રાઇવ કરવામાં આવી હતી.

Recommended