કેનેડામાં ખાલિસ્તાન પર જનમત, ભારત સરકારે આપી ચેતવણી
  • 2 years ago
ભારતના જોરદાર વિરોધ છતાં કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની ચળવળ અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉ, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ બ્રામ્પટનમાં સ્વામિનારાયણ મંદિર જેવા ભારતીય મંદિરોમાં તોડફોડ કરી હતી, આ ઘટના અંગે કેનેડિયન પોલીસની તપાસ હજુ પૂર્ણ થવાની બાકી છે. ભારત સરકારે કેનેડામાં 6 નવેમ્બરે યોજાનાર ખાલિસ્તાની જનમત અંગે પત્ર લખ્યો હતો. ભારતે કહ્યું છે કે આ લોકમત ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો છે. આ જનમતનો ઉપયોગ કટ્ટરપંથીઓ દ્વારા ભારતમાં શીખ સમુદાય પર અત્યાચારના નામે યુએસ, યુકે અને જર્મની પાસેથી નાણાં પડાવવા માટે કરવામાં આવે છે.
Recommended