પાટણમાં જીવદયા આયોજિત હેરિટેજ ગરબામાં રાસની રમઝટ જામી

  • 2 years ago
પાટણ જિલ્લામાં જગત જનનીની જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ સમા નવલા નોરતાના દિવસો જેમ જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ વધી રહ્યો છે નિત નવાં ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ સજી ધજીને મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત પાર્ટી પ્લોટોમાં રાસ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રી પર્વને યાદગાર બનાવી રહ્યા છે. ત્યારે નવરાત્રીનાં છઠ્ઠા નોરતે પાટણ શહેરના ઉંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે જીવદયા પરિવાર દ્વારા આયોજિત હેરિટેજ ગરબા નાઈટમાં ખેલૈયાઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.