4 ભારતીયો સહિત 12 દિગ્ગજ ખેલાડીઓ રમશે અંતિમ T20 વર્લ્ડકપ ?
  • 2 years ago
ક્રિકેટ ચાહકો બે અઠવાડિયા બાદ ઓસ્ટ્રેલિયા દ્વારા યોજાનાર T20 વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ ઓસ્ટ્રેલિયન ટીમે ટાઇટલ જીત્યું હતું. તો આ વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયા પોતાનું ટાઇટલ જાળવી રાખવા ખુબ મહેનત કરશે. તો ભારતીય ટીમ પોતાનો બીજો T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે T20 વર્લ્ડકપમાં ઉતરશે. પરંતુ આ ટુર્નામેન્ટનો સૌથી વધુ ઈન્તજાર તે ખેલાડીઓ કરી રહ્યા છે, જેઓ માટે આ છેલ્લો T20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. આ ખેલાડીઓની ટોપ-5 યાદીમાં ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક, સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન, અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી, બાંગ્લાદેશના ઓલરાઉન્ડર કેપ્ટન શાકિબ અલ હસન અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચનું નામ છે. આ નામોમાંથી ત્રણ કેપ્ટન છે.
Recommended